તમિલનાડુ સરકારના મંત્રી, આઈ. પેરિયાસામી સાથે સંબંધિત જગ્યાઓ પર ઇડીની છાપામારી....
ચેન્નઈ, નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની ટીમ શનિવારે સવારે ચેન્નઈ અને ડિંડીગુલમાં, તમિલનાડુ સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી આઈ. પેરિયાસામીના નિવાસસ્થાનો પર દરોડા પાડી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ દરોડ
ઇડી


ચેન્નઈ, નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની ટીમ શનિવારે

સવારે ચેન્નઈ અને ડિંડીગુલમાં, તમિલનાડુ સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી આઈ.

પેરિયાસામીના નિવાસસ્થાનો પર દરોડા પાડી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ દરોડા મની

લોન્ડરિંગના સંદર્ભમાં ચાલી રહ્યા છે.

દરોડા દરમિયાન, જ્યારે એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓ આજે ચેન્નઈના ગ્રીન

લેનમાં મંત્રી આઈ. પેરિયાસામીના નિવાસસ્થાન પર દરોડા પાડવા ગયા, ત્યારે એવું

કહેવામાં આવી રહ્યું છે કે,” ત્યાં સુરક્ષા ફરજ પર તૈનાત ગાર્ડ્સે પરવાનગી આપવાનો

ઇનકાર કર્યો હતો. આના કારણે ત્યાં થોડા સમય માટે હોબાળો મચી ગયો હતો.”

પાછલી ડીએમકે સરકાર દરમિયાન, આઈ. પેરિયાસામી સામે એક અધિકારીને ઘર ફાળવવા

બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. તાજેતરમાં આ કેસની સુનાવણી ફરી શરૂ થઈ છે.

મંત્રીના ઘર પર ઇડીના દરોડાએ રાજકીય ગલિયારામાં ખળભળાટ

મચાવી દીધો છે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande