પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)લાંબા વિરામ બાદ આજે પાટણ શહેર અને જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે. આ વર્ષની શરૂઆતમાં વરસાદ સમયસર થયો હતો, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ઉકળાટ અને બફારો વધ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ બપોર બાદ વાતાવરણમાં પલટો આવી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.
વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં અને જનજીવન થોડું પ્રભાવિત થયું હતું. પાટણ શહેર ઉપરાંત રુની, કુણઘેર અને અનાવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.
ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદ પાક માટે અત્યંત જરૂરી હતો. મેઘરાજાની આ પધરામણી ખેતીવાડીને નવજીવન આપશે અને સાથે જ પીવાના પાણીની સમસ્યા પણ હળવી બનશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર