ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમી અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે, પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું કૃષ્ણ જન્મોત્સવનું આ પર્વ સમાજમાં સમરસતા, બંધુત્વ અને પરસ્પર પ્રેમની ભાવનાને વધુ સુદ્રઢ બનાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ