ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ દેશ ભરમાં ઠેક ઠેકાણે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે.કૃષ્ણ ભક્તોમાં અપ્રતિમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જન્માષ્ટમી ના પાવન પર્વને લઈ સોમનાથ સ્થિત ભાલકા તીર્થમાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાશે.
ભાલકા એટલે ભાલુ અને શ્રીકૃષ્ણ ને જે સ્થળે ભાલુ વાગ્યું આથી ભગવાન શ્રીકૃષ્ણએ સ્વધામ ગમન કર્યું તે સ્થળ એટલે ભાલકા તીર્થ. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મહાદેવનાં અનન્ય ભક્ત હતા.ભગવાન કૃષ્ણ દ્વારકા રહેતા હતા પરંતુ દ્વારકાથી પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા.એમ પણ કહેવાય છે કે સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ કાસ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. જેથી સોમનાથ ટ્રસ્ટમાં આવતા આ ભાલકા તીર્થમાં આજે જન્માષ્ટમીનાં દિવસે વિશેષ પુજા-અર્ચન કરવામાં આવે છે. તો આજનાં દિવસે ખાસ ભગવાનના વાઘા બદલી તેમજ સવાર, બપોર, સાંજ તેમજ રાત્રીના મહાઆરતી કરવામાં આવે છે.સાથે મટકીફોડ પણ કરવામાં આવે છે.ભાલકા મંદિર પ્રત્યક્ષ દર્શન માટે ખુલ્લું રહેશે. પૂજારી દ્વારા ત્રણેય પ્રહરની પૂજા થશે.જન્માષ્ટમીને રાત્રીનાં 12.00 કલાકે મહાપૂજા અને કૃષ્ણ જન્મોત્સવ થશે.જેના દર્શનનો લાભ ભક્તોને મળશે તો ઓનલાઇન દર્શન પણ થશે.ભગવાન શ્રી કૃષ્ણએ અહીં પોતાનો દેહ ત્યાગ કરીને સોમનાથ ત્રિવેણી ઘાટથી ગૌલોક ધામ ગમન કર્યું હતું.પારધીના તિર વડે નિમિત્ત બની ભગવાને અહીંથી દેહ ત્યાગ કર્યો હતો.આજે વહેલી સવારથી જ ભાલકા તીર્થ ખાતે ભક્તોનો ઘસારો પણ જોવા મળ્યો છે અને વહેલી સવારે લોકોએ આરતીનો પણ લાભ લઈ સીમાડે દેશની સેવા કરતા સૈનિકો માટે પણ પ્રાર્થના કરી છે.
આજે જન્માષ્ટમી પર્વની દેશભરમાં શાનદાર ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ભાલકા તીર્થ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ પણ ભવ્ય રીતે ઉજવાશે. તમામ ભાવિકો પ્રત્યક્ષ દર્શન કરી શકશે.આ ઉપરાંત ભાવિકો સોમનાથ ટ્રસ્ટની વેબ સાઇટ www.somnath.org પર ભાલકા તીર્થ ખાતેનાં કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરી શકશે.સમગ્ર ગીર સોમનાથ જિલ્લા નાં ભાવિકો દર વર્ષ ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરવા માટે ઉમટી પડે છે.ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવનાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.તો રાત્રીનાં 12.00 કલાકે મટકીફોડ કાર્યક્રમમાં નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકીનાં નાદ સાથે ભાલકા તીર્થ ગુંજી ઉઠશે.અત્યારથી જ દેશના વિવિધ ભાગોમાંથી ભાવિકો જન્માષ્ટમી ઉજવવા સોમનાથ ભાલકા તીર્થ ખાતે પધારી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ