ગીર સોમનાથ ખેતીલક્ષી વિવિધ ૧૪ ક્ષેત્રોમાં, 'બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ'થી સન્માનિત થયાં
ખેડૂતો, જિલ્લા-તાલુકા કક્ષાની ઉજવણીમાં મળ્યું સન્માન
ખેતીલક્ષી વિવિધ ૧૪ ક્ષેત્રોમાં 'બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ'થી


ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) ગીર ગઢડા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આત્મા પ્રોજેકટ ગીર સોમનાથ દ્વારા કૃષિ પશુપાલન સાથે સંકળાયેલ વિવિધ ૧૪ ક્ષેત્રોમાં આગવી કામગીરી કરનાર ખેડૂતોને 'બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

જ્યારે તાલુકા કક્ષાની ઉજવણી મળી કુલ ૧૭ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા ગીર સોમનાથ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં જે ખેડૂતો, પશુપાલકો પોતાના ક્ષેત્રોમાં આગવી કામગીરી કરી રહ્યા હોય તે બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડમાં ભાગ લઈ શકે છે. જે અંગે વધુ માહિતી માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર, ગીર સોમનાથનો સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande