ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલામાં ખેડૂતો જેની લાંબા સમયથી રાહ જઈને બેઠેલા છે, પોતાના ચોમાસું વાવેતર મગફળી સોયાબીન જેવા પાકોમાં પાણીની જરૂરિયાત ઊભી થઈ હોય ત્યારે, લાંબા સમયથી વિરામ લીધેલ વરસાદ આખરે સવારથી ગરમીના ઊકળાટ વચ્ચે મેઘરાજા સવાર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારો માં મુશળધાર વરસાદ નું આગમન થયું છે. એક દિવસ ના વિરામ બાદ ફરી મેઘરાજા ની પધરામણી થઈ હતી. કોડીનાર શહેર તેમજ દેવળી, પીપળી, કડોદરા, મિતિયાજ, દુદાના ઇચવડ રોણાજ, પણાદર, નવાગામ, કડવાસણ ગોહિલ ખાણ ચોહાણ ખાણ સહિત ના ગ્રામ વિસ્તારો માં પણ વરસાદ નું આગમન થયું છે. જાણે જગનો તાત પોતાના આશીર્વાદ વરસાવી રહ્યો છે, તેવી લાગણી ખેડૂતોમાં પ્રસરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ