ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથના છાત્રોડા મુકામે સમસ્ત છાત્રોડા ગામ તેમજ પવનપુત્ર ગ્રુપ આયોજિત શિવ મંદિર ખાતે બાબા બર્ફાની અમરનાથ મહાદેવની ગુફા બનાવી પ્રત્યક્ષ મહાદેવના દર્શન, સાથે મિશન સિંદૂર, ગામઠી ગામ,બાર જ્યોર્તિલિંગ સહિતની ધાર્મિક મંદિરોની પ્રતિકૃતિ ના દર્શનનું આયોજન છેલ્લા 18 વર્ષથી કરે તેમાં આ વર્ષે નવી પહેલ કરી અને રક્તદાન મહાદાન ની પંક્તિને સાર્થક કરવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખા ના ચેરમેન અતુલ કાનાબાર તેમજ તેમની ટીમના સહયોગથી રક્તદાન કેમ્પ યોજેલ સાથે પર્યાવરણની જાળવણી અભિયાન અંતર્ગત ફુલ છોડના 10,000 થી વધુ રોપાનું નિશુલ્ક વિતરણ કરી સાતમ તેમજ આઠમના બે દિવસનું ભવ્ય આયોજનમાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતું.
આ તકે સૌરાષ્ટ્ર ભરના રાજકીય બિન રાજકીય આગેવાનો, સમાજ દ્રષ્ટિએ આ અવલોકિક દર્શનનો લાભ લીધો અને પર્યાવરણ જાળવણી તેમજ રક્તદાન કેમ્પના આ કાર્યને બિરદાવ્યા હતા અને પરિવાર સહિત હાજરી આપી દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી
આ કેમ્પમાં 100 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન થકી પાંચ લોકોની જિંદગી બચાવવાની, પહેલ કરવામાં આવેલ સમસ્ત ગીર સોમનાથ જિલ્લામાં છાત્રોડા મુકામે છાત્રોડા ગામ તેમજ પવનપુત્ર ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યને સફળ બનાવવા નવ યુવાનોએ છેલ્લા ત્રણ માસથી જેમત ઉઠાવેલ હતી જેને સૌ કોઈ બિરદાવી રહ્યા હોવાનું અનિષ રાચ્છની એક યાદીમાં જણાવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ