ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ દેશ ભરમાં ઠેક ઠેકાણે ભક્તિભાવ પૂર્વક ઉજવાશે છે.કૃષ્ણ ભક્તોમાં અપ્રતિમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જન્માષ્ટમી ના પાવન પર્વને લઈ ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ના પ્રશ્નવડા ગામ ખાતે સૌપ્રથમ વહેલી સવારે શોભાયાત્રાગામમા ફરી હતી અને આજના આ પાવન દિવસે યૂવાનો અને ભક્તજનોમાં ભારે ઉષા જોવા મળી રહ્યો છે.
હાથી ઘોડા પાલખી જય કનૈયા ના નારા સાથે પ્રશ્નાવડા ગામ ગુંજી ઉઠ્યો હતુ અને યુવાનો દ્વારા ઠેક ઠેકાણે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ ખાતે આજના જન્માષ્ટમીના પાવન દિવસે પ્રશ્નાવડા ગામ ખાતે યુવાનો વડીલો અને બહેનો દ્વારા ઘંઘા રોજગાર બંધ રાખી અને ભગવાન શ્રીકૃષ્ણના આ જન્મ મહોત્સવને વઘારવા માટે ગામમાં શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દીવસ દરમિયાન ભજન કીર્તન ત્યારબાદ રાતના બાર વાગ્યા કૃષ્ણ ભગવાન ને વધાવવા આ આપણી સાલી આવતી પરંપરા જાળવી રાખીએ છીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ