ઉના અને ગ્રામ્ય વિસ્તારો માં મુશળધાર વરસાદ નું આગમન થયું
ગીર સોમનાથ, 16 ઓગસ્ટ (હિ.સ.) ઉના અને ગ્રામ્ય વિસ્તારો માં મુશળધાર વરસાદ નું આગમન થયું છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને ઉના પંથકમાં મેઘ મહેર થઈ છે. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા ની પધરામણી થઇ છે, ત્યારે મેધા નુ આગમન થતાં મગફળી, ડુંગળી જેવા વાવેલ પાક
ઉના  અને ગ્રામ્ય વિસ્તારો માં મુશળધાર વરસાદ


ગીર સોમનાથ, 16 ઓગસ્ટ (હિ.સ.) ઉના અને ગ્રામ્ય વિસ્તારો માં મુશળધાર વરસાદ નું આગમન થયું છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને ઉના પંથકમાં મેઘ મહેર થઈ છે. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા ની પધરામણી થઇ છે, ત્યારે મેધા નુ આગમન થતાં મગફળી, ડુંગળી જેવા વાવેલ પાકો ને જીવન દાન મળવા ની ખેડુતો ની આશા બંધાઈ છે.

ઉના શહેર તેમજ કંસારી, લામધાર, નાઠેજ, વરશીગપુર, ચાચકવડ, ભાચા, સામતેર, દેલવાડા, નંવાબંદર, રામપરા, નાદંણ, ખાણ સહિત ના ગામો વરસાદ નું આગમન થયુ હતું. તેમજ ગીર જંગલ માં પણ વરસાદ મહોલ જામ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande