પાટણમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.): શ્રાવણ માસ દરમિયાન પાટણના હિંગળાચાચર ચોક સ્થિત રાધા કૃષ્ણ મંદિરે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સવારથી જ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે મંદિરે ઉમટી પડી હતી. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ભક્તોએ આત્મિક શાંતિનો અનુભવ કર્યો.

મંદિરમાં 'નંદ ભયો નંદ કેરા જય કનૈયાલાલકી'ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શહેરના ધર્મપ્રેમી નાગરિકોમાં પર્વને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આજની ઉજવણી અંતર્ગત રાત્રે ગોવિંદાઓ દ્વારા મટકીફોડનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. પાટણના નગરજનો દર વર્ષે શ્રાવણ માસમાં આવા ધાર્મિક ઉત્સવોને ભક્તિભાવપૂર્વક ઉજવે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર

 rajesh pande