અમરેલી શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી
અમરેલી , 16 ઓગસ્ટ (હિ.સ.): જન્માષ્ટમી તહેવારના અવસરે શ્રી કૃષ્ણ ભગવાનની જાખી તૈયાર કરવામાં આવી હતી, જેના દર્શન કરવા માટે શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સુંદર રીતે સજાવવામાં આવેલી આ જાખીમાં શ્રીકૃષ્ણના બાળલીલા અ
અમરેલી શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી યોજાઈ હતી.


અમરેલી , 16 ઓગસ્ટ (હિ.સ.): જન્માષ્ટમી તહેવારના અવસરે શ્રી કૃષ્ણ ભગવાનની જાખી તૈયાર કરવામાં આવી હતી, જેના દર્શન કરવા માટે શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સુંદર રીતે સજાવવામાં આવેલી આ જાખીમાં શ્રીકૃષ્ણના બાળલીલા અને ગોપીઓ સાથેના પ્રસંગોને આલેખવામાં આવ્યા હતા, જેનાથી ભક્તોમાં આનંદ અને ભક્તિની લાગણી છવાઈ ગઈ હતી.

જન્માષ્ટમી નિમિત્તે સાંજે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ઘંટ, શંખનાદ અને ભજન-કીર્તન વચ્ચે એક સાથે આરતી ઉતારી, જેથી સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈને નાના-મોટા સૌએ આનંદપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને બાળકો માટે તૈયાર કરાયેલી વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા જણાવાયું કે જન્માષ્ટમી માત્ર તહેવાર જ નહીં પરંતુ ધર્મ, સંસ્કાર અને ભક્તિનો સંદેશ આપતો પર્વ છે. સમાજમાં સદાચાર, પ્રેમ, એકતા અને સત્યની મૂલ્યો સ્થાપિત કરવા માટે શ્રીકૃષ્ણનો જીવનદર્શ પાઠરૂપ છે. ભક્તોને સંદેશ આપવામાં આવ્યો કે ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશોને જીવનમાં ઉતારવાથી સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ રીતે વ્યવસ્થા જાળવવામાં આવી હતી. મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સૌએ એકરૂપે ભાગ લઈને તહેવારને યાદગાર બનાવ્યો. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૈંકડો ભક્તોએ પ્રસાદીનો સ્વાદ માણ્યો હતો. આમ, અમરેલી શહેરમાં યોજાયેલ આ જન્માષ્ટમી મહોત્સવ ભક્તિ, આનંદ અને સામૂહિક એકતાનું પ્રતિક બની રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande