જામનગર : હથિયાર સાથે સોશિયલ મીડિયામાં ફોટો રાખનાર સામે ગુનો નોંધાયો
જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના એક શખ્સે સોશિયલ મીડિયા પર રિવોલ્વરવાળો ફોટો અપલોડ કર્યા પછી તેના એસઓજી દ્વારા સગડ દબાવાતા હતા અને આ શખ્સ ઝડપાયો છે. તેણે પોતાના સંબંધીની લાયસન્સવાળી રિવોલ્વર સાથે ફોટો પાડી સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. પોલીસે આ શખ્
હથિયાર


જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના એક શખ્સે સોશિયલ મીડિયા પર રિવોલ્વરવાળો ફોટો અપલોડ કર્યા પછી તેના એસઓજી દ્વારા સગડ દબાવાતા હતા અને આ શખ્સ ઝડપાયો છે. તેણે પોતાના સંબંધીની લાયસન્સવાળી રિવોલ્વર સાથે ફોટો પાડી સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. પોલીસે આ શખ્સ તથા રિવોલ્વરનું લાયસન્સ ધરાવતા શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સોશિયલ મીડિયા પર બાજનજર રાખવામાં આવી રહી છે. હથિયારો સાથે કે અન્ય રીતે સીન જમાવવા માટે ફોટા પાડી કે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા તત્ત્વોને કાયદાનું ભાન કરાવવા એસઓજી ટીમે કમર કસી છે. તે દરમિયાન એક શખ્સ પિસ્તોલ સાથે સોશિયલ મીડિયામાં ફોટા પર જોવા મળ્યો હતો.

આ શખ્સની કરાઈ રહેલી શોધખોળમાં ગુલાબનગરમાં રહેતા જાહિદ અલારખા જેમલાણીના સગડ મળ્યા હતા. આ શખ્સે હાથમાં પિસ્તોલ રાખી તેનો ફોટો પાડી સોશિયલ મીડિયાથી વાયરલ કર્યાે હતો. ગઈકાલે એસઓજી ટીમે આ શખ્સને દબોચી લીધો છે. તેણે પોતાના સંબંધી અને ગુલાબનગરમાં જ બુખારીશા હાઉસમાં રહેતા કાસમ હનીફ જેમલાણીની લાયસન્સવાળી રિવોલ્વર કોઈ રીતે મેળવી તેનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.

એસઓજીના પો.કો. ફીરોઝ ખફીએ ખુદ ફરિયાદી બની જાહિદ તથા કાસમ સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande