સુરત, 16 ઓગસ્ટ (હિ.સ.)-15મી ઓગસ્ટે 2025 આઝાદીના 79મા સ્વાતંત્ર્ય પર્વેમહુવા તાલુકાકક્ષા સમારોહમાં કોષ ગામે મહુવાના મામલતદાર બી.વી. પટેલએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. તાલુકા કક્ષાનાએ વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનારા કર્મયોગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા.
મામલતદાર બી.વી. પટેલે ગ્રામજનોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી કહયુ કે,તાલુકાની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહે શહીદો અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કરી તેમનામાંથી પ્રેરણા લેવાનું આ રાષ્ટ્રીય પર્વ છે. આઝાદીનું આ પર્વ માત્ર એક ઉજવણી નથી,પરંતુ આપણા દેશની અખંડિતતા,એકતા,શાંતિ,તમામ જાતિઓના સમન્વય,અને પ્રગતિની દિશા આપે છે. તાલુકાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતોથી લઈ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તાલુકા વહીવટીતંત્ર સતત કાર્યરત છે.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું. વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ નિહાળી ઉપસ્થિત ગ્રામજનો દેશભક્તિના રંગે રંગાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે