સયાજી હોસ્પિટલના ડોકટરોની બેદરકારીને લીધે નાની બાળકીનું મૃત્યુના આક્ષેપ.
વડોદરા, 16 ઓગસ્ટ (હિ.સ.)વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં થયેલી એક દુઃખદ ઘટનાએ સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચાવી છે. મળતી વિગતો અનુસાર, જંબુસર ખાતે રહેતા એક પરિવારની ત્રણ વર્ષની નાની બાળકી તબિયત બગડતા તેને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં
સયાજી હોસ્પિટલના ડોકટરોની બેદરકારીને લીધે નાની બાળકીનું મૃત્યુના આક્ષેપ


વડોદરા, 16 ઓગસ્ટ (હિ.સ.)વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં થયેલી એક દુઃખદ ઘટનાએ સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચાવી છે. મળતી વિગતો અનુસાર, જંબુસર ખાતે રહેતા એક પરિવારની ત્રણ વર્ષની નાની બાળકી તબિયત બગડતા તેને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ યોગ્ય સારવાર અને તબીબી ધ્યાન સમયસર ન મળતાં, તેમજ ડોક્ટરોની બેદરકારીને કારણે આજ રોજ બાળકીનું મોત નીપજ્યું હતું.

પરિવારજનોએ જણાવ્યું કે, હોસ્પિટલમાં પહોંચ્યા બાદ બાળકીને જરૂરી સારવાર શરૂ કરવામાં વિલંબ થયો હતો અને તબીબી સ્ટાફે પરિસ્થિતિની ગંભીરતા હોવા છતાં પૂરતું ધ્યાન આપ્યું નહોતું. આ ઘટનાને કારણે પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો અને તેમણે હોસ્પિટલ પરિસરમાં ડોક્ટરો સામે વિરોધ દર્શાવ્યો હતો. આક્રોશિત સગાસંબંધીઓએ હોસ્પિટલ પ્રશાસન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ઘટના બાદ હોસ્પિટલ પરિસરમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. સુરક્ષા કર્મચારીઓએ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પ્રયત્નો કર્યા હતા. સ્થાનિક સ્તરે પણ આ મામલે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ઘણા લોકો તબીબી સેવાઓની ગુણવત્તા તથા હોસ્પિટલના સંચાલન પર સવાલો ઉઠાવી રહ્યા છે.

હાલમાં હોસ્પિટલ પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે, આ ઘટના ફરી એકવાર સયાજી હોસ્પિટલની કામગીરી અને તબીબી વ્યવસ્થાપન પર પ્રશ્નચિહ્ન મૂકે છે. સામાજિક કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદાર તબીબી સ્ટાફ સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના પુનરાવર્તિત ન થાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande