સુરત, 16 ઓગસ્ટ (હિ.સ.)-તા.15મી ઓગષ્ટ- સ્વાતંત્ર્ય દિને ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ દ્વારા વર્ષ-2023-'24ના અનુદાનમાંથી નવી સિવિલ હોસ્પિટલને દર્દીઓની સેવામાં રૂ.25 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.
ખાસ કિસ્સામાં ધારાસભ્યની ગ્રાન્ટ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ માટેBLS (બેઝીક લાઈફ સપોર્ટ) એમ્બ્યુલન્સ ફાળવવાની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂર કરી છે,ત્યારે આ એમ્બ્યુલન્સ દર્દીનારાયણની સેવામાં ઉપયોગી અને જીવનરક્ષક બનશે.
આ પ્રસંગે રાજ્ય સરકારના નિવૃત્ત તબીબી શિક્ષણ વિભાગના અધિક નિયામક ડૉ. રાઘવેન્દ્ર દીક્ષિત,નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ધરિત્રી પરમાર,સરકારી તબીબી મહાવિદ્યાલયના ઇન્ચાર્જ અધિક્ષક ડૉ.પારુલ વડગામા, RMOતબીબી અધિકારી ડૉ. કેતન નાયક,નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા,કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, સિવિલના વિભાગીય વડાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે