નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, શનિવારે રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં સ્થિત અમૃત ઉદ્યાનમાં ત્રણ નવા આકર્ષણો પ્લુમેરિયા ગાર્ડન, બૈનિયન ગ્રોવ અને બૈબલિંગ બ્રૂકનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું.
પ્લુમેરિયા ગાર્ડન ખાસ કરીને ઘાસવાળી ટેકરીઓ અને સુશોભિત છોડના ક્યારાઓથી શણગારવામાં આવ્યું છે, જે મુલાકાતીઓને કુદરતી સૌંદર્ય અને આરામ પ્રદાન કરે છે. બૈનિયન ગ્રોવમાં રીફ્લેક્સોલોજી પથ, પંચતત્વ ટ્રેલ્સ અને વન પ્રેરિત ધ્વનિ વાતાવરણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જે આ સ્થળને ધ્યાન અને આત્મનિરીક્ષણ માટે યોગ્ય બનાવે છે. આ સાથે, બૈબલિંગ બ્રૂકમાં ધોધ, કલાત્મક પાણીના પ્રવાહો, પથ્થરના રસ્તાઓ અને એક ઉંચા પ્રતિબિંબિત પાણીનો પૂલ શામેલ છે, જે મુલાકાતીઓને પાણી આધારિત સુંદરતાનો અનુભવ કરાવે છે.
રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ત્રણેય સ્થળો હવે 'અમૃત ઉદ્યાન'નો ભાગ બની ગયા છે, જે 14 સપ્ટેમ્બર સુધી સામાન્ય લોકો માટે ખુલ્લા રહેશે.
રાષ્ટ્રપતિ ભવનમાં બનાવેલા આ કુદરતી સ્થળોનો હેતુ, માત્ર પર્યાવરણીય જાગૃતિ લાવવાનો નથી, પરંતુ મુલાકાતીઓને શાંતિ, સુંદરતા અને પ્રકૃતિની નજીક જવાની તક પણ પૂરી પાડે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ