જામનગર જિલ્લા જેલમાં એઇડ્સ અંગે જાગૃતિ માટે રેડિયો પ્રિઝન કેદીઓ દ્વારા રસપ્રદ માહિતી અપાઈ
જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જેલમાં આઝાદી પર્વ નિમિત્તે એચઆઈવી/એઈડ્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડિયો પ્રિઝન દ્વારા કેદીઓ સુધી સંવેદનશીલ અને માહિતીપ્રદ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. કાર્યક્રમ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક
રેડિયો


જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જેલમાં આઝાદી પર્વ નિમિત્તે એચઆઈવી/એઈડ્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડિયો પ્રિઝન દ્વારા કેદીઓ સુધી સંવેદનશીલ અને માહિતીપ્રદ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. કાર્યક્રમ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ રાયજાદાએ કાર્યક્રમમાં જણાવ્યું કે આરોગ્ય, માહિતી અને આત્મસન્માન સુધીની પહોંચ એ પણ એક પ્રકારની આઝાદી છે. GSNP+ના રાજ્ય કાર્યક્રમ વ્યવસ્થાપક કૃષ્ણકુમાર ચુડાસમાએ રેડિયો પ્રિઝન મારફતે એચઆઈવી/એઈડ્સ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

ચુડાસમાએ ART સારવાર, સામાજિક સમાનતા અને કલંકથી મુક્તિ વિશે સરળ ભાષામાં સમજ આપી. અધિક્ષક નાસિરુદ્દીન લોહાર અને જેલર રાયજાદાની આગેવાનીમાં જેલમાં આરોગ્યલક્ષી અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેદીઓએ કાર્યક્રમને સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને જણાવ્યું કે આ કાર્યક્રમથી તેમને પોતાના જીવનનું મૂલ્ય સમજાયું હતું.

અધિક્ષક તરીકે નાસિરુદ્દીન લોહાર અને જેલર તરીકે રાયજાદાની આગેવાનીમાં જેલમાં પહેલેથી જ આરોગ્યને લઇને અનેક નવા પ્રયાસો કરવામાં આવ્યા છે, અને આ કાર્યક્રમ એ જ દિશામાં કરેલ વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું હતું. કેદીઓ માટે માહિતીના દરવાજા ખોલીને અને તેમને એમની જાત સાથે જોડવાના આ પ્રયાસ આખી જેલમાં એક નવો ઉત્સાહ ભરી ગયો ગચો. કાર્યક્રમના અંતે ઘણા કેદીઓએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે, “રાયજાદાને સાંભળીને એવું લાગ્યું કે આપણી જિંદગીનો પણ મૂલ્ય છે. આજનો દિવસ ક્યારેય નહીં ભૂલાય.”

આ વિશિષ્ટ આયોજનથી સાબિત થયું કે જેલ પણ સુધારનો મંચ બની શકે છે, જ્યાં તિરંગો ફક્ત ધ્વજપૂજન પૂરતો ન રહે, પણ દરેક કેદીના મનમાં વિશ્વાસ અને નવી શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે. GSNP+ અને જેલ તંત્ર વચ્ચેના સહયોગ, અને રાયજાદાની દૃઢ પ્રતિબદ્ધતા, એ સમગ્ર કાર્યક્રમને એક આવરણીય સફળતા બનાવી દીધી. આવી પહેલો ભવિષ્યમાં અન્ય જેલોમાં પણ લાગુ પડે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande