સુરત આવેલા પરપ્રાંતીય સાથે મળીને સ્વાતંત્ર્ય દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે
સુરત , 16 ઓગસ્ટ (હિ.સ.)-સુરતમાં વસતા તમામ રાજ્યના નાગરિકોથી સુરતને મિની ભારતની ઉપમા મળી છે. રોજગારી માટે સુરત આવેલા પરપ્રાંતીય નાગરિકો દરેક સામાજિક, ધાર્મિક તહેવારોની ખૂબ ઉત્સાહથી ઉજવણી કરે છે, ત્યારે સુરતના મિની ભારત સમાન અંબાજી રોડ વિસ્તારમાં રહેતા
સુરત આવેલા પરપ્રાંતીય સાથે મળીને સ્વાતંત્ર્ય દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે


સુરત , 16 ઓગસ્ટ (હિ.સ.)-સુરતમાં વસતા તમામ રાજ્યના નાગરિકોથી સુરતને મિની ભારતની ઉપમા મળી છે. રોજગારી માટે સુરત આવેલા પરપ્રાંતીય નાગરિકો દરેક સામાજિક, ધાર્મિક તહેવારોની ખૂબ ઉત્સાહથી ઉજવણી કરે છે, ત્યારે સુરતના મિની ભારત સમાન અંબાજી રોડ વિસ્તારમાં રહેતા રાજસ્થાની, બંગાળી, ઉડીયા, બિહારી, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોથી રોજીરોટી રળવા સુરત આવેલા ભાઈ-બહેનો તેમજ સ્થાનિક સુરતવાસીઓએ ૧૫ મી ઓગસ્ટ- ૭૯મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક દિન સૌ સાથે મળી ઉજવે છે.

ભાગળ વિસ્તારના અંબાજીરોડ પાસે હવાડિયા ચકલા,ધનલક્ષ્મી ચેમ્બરની સામે ભારત માતાની તસવીર સાથે તિરંગાને સલામી આપી દેશભક્તિના ગીતો સાથે આબાલવૃદ્ધ તમામ નાગરિકોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરી સાથે મળી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. દિનેશભાઈ ભાટી,મહેન્દ્રભાઈ સોની,શશાંક સિંગવાલા,ધર્મેશ,અંબાલાલ મિસ્ત્રી,પંકજ,ભાવેશ સહિતના આયોજકોએ દેશભક્તિસભર કાર્યક્રમ યોજી નાના ભૂલકાઓને ઈનામ તેમજ લાડુ અને ચોકલેટનું વિતરણ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande