વડોદરા એસઓજી ને ટેક્નોલોજીના ઉપયોગથી મળી મોટી સફળતા
વડોદરા, 16 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા SOG ટીમને ટેક્નોલોજીના આધુનિક ઉપયોગથી મોટી સફળતા મળી છે. શહેરમાં એમ.ડી. ડ્રગ્સના કિસ્સામાં ફરાર ચાલતા સાગર સુથારને પોલીસએ નાટકીય રીતે ઝડપ્યો. થોડા દિવસો પહેલા પોલીસે 9.33 લાખના 99.31 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે સાદીક ન
વડોદરા SOGને ટેક્નોલોજીના ઉપયોગથી મળી મોટી સફળતા


વડોદરા, 16 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા SOG ટીમને ટેક્નોલોજીના આધુનિક ઉપયોગથી મોટી સફળતા મળી છે. શહેરમાં એમ.ડી. ડ્રગ્સના કિસ્સામાં ફરાર ચાલતા સાગર સુથારને પોલીસએ નાટકીય રીતે ઝડપ્યો. થોડા દિવસો પહેલા પોલીસે 9.33 લાખના 99.31 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે સાદીક નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન સાદીકે કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સ વડોદરાના સાગર સુથારે મગાવ્યું હતું. ત્યારથી સાગર સતત પોલીસથી બચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને જગ્યાજગ્યા છુપાતો ફરતો હતો.

પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે સાગર સુથાર સમતા વિસ્તારમાં પોતાના કાકાના ઘર પાછળની ઝાડીઓમાં છુપાયેલો છે. જોકે, વિસ્તાર ઘનઝાડી હોવાથી અને સાગર ઘણી સાવચેતીથી છુપાયો હોવાથી તેને સીધી નજરે જોવું મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં SOG ટીમે ટેક્નોલોજીની મદદ લેવાનો નિર્ણય કર્યો. ટીમે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને વિસ્તારનું એરિયલ સર્વેલન્સ શરૂ કર્યું. ડ્રોનના ફૂટેજમાં સાગર સ્પષ્ટ દેખાતા, પોલીસને તેની સાચી જગ્યાની જાણ થઈ.

તુરંત જ પોલીસ ટીમે ઘેરાવ કરી મિનિટોમાં સાગરને કાબૂમાં લીધો. સાગરની ધરપકડથી સ્પષ્ટ થયું છે કે પોલીસ હવે અપરાધીઓની શોધમાં માત્ર પરંપરાગત રીતો જ નહીં, પરંતુ આધુનિક ટેક્નોલોજીનો પણ અસરકારક ઉપયોગ કરી રહી છે. વડોદરા SOGની આ કાર્યવાહી નશાના કારોબાર વિરુદ્ધના અભિયાનમાં એક મહત્વપૂર્ણ સફળતા ગણાઈ રહી છે. સાગર સુથાર સામે NDPS ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande