ચેન્નઈ, નવી દિલ્હી, 16 ઓગસ્ટ
(હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અને મણિપુર અને નાગાલેન્ડના
ભૂતપૂર્વ રાજ્યપાલ લા ગણેશનનો, શનિવારે સાંજે 5 વાગ્યે બેસેંટ નગર સ્મશાનગૃહમાં
અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમનું એક દિવસ પહેલા શુક્રવારે સાંજે 6:23 વાગ્યે
ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 80 વર્ષના હતા.
ગણેશનના પાર્થિવ શરીરને, ચેન્નઈના ટી નગર સ્થિત તેમના
નિવાસસ્થાને જાહેર દર્શન માટે રાખવામાં આવ્યું છે.જ્યાં તમિલનાડુના
રાજ્યપાલ આર.એન. રવિ, મુખ્યમંત્રી
એમ.કે. સ્ટાલિન અને નૈનર નાગેન્દ્રન, વનથી શ્રીનિવાસન જેવા ભાજપના નેતાઓ સહિત હજારો લોકોએ તેમને
શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની અંતિમ યાત્રા આજે બપોરે 3 વાગ્યે શરૂ થશે અને બેસેંટ
નગર સ્મશાનગૃહ પહોંચશે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. આર.બી. ચૌધરી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ