સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કુમારી રીઝવાના બેન બુખારી અને સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની મુલાકાત
અમરેલી , 16 ઓગસ્ટ (હિ.સ.) જજ સાહેબનું માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુએ કર્યું સ્વાગત સાવરકુંડલા શહેરના માનવ મંદિર આશ્રમમાં આજે જિલ્લા ન્યાયાધીશ કુમારી રીઝવાના બેન બુખારી અને સરકારી વકીલ મમતાબેન ત્રિવેદી વિશેષ મુલાકાતે પધાર્યા હતા. આશ્રમ પહોંચતા જ મા
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કુમારી રીઝવાના બેન બુખારી અને સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની મુલાકાત

સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કુમારી રીઝવાના બેન બુખારી અને સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની મુલાકાત

સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કુમારી રીઝવાના બેન બુખારી અને સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની મુલાકાત

અમરેલી , 16 ઓગસ્ટ (હિ.સ.) જજ સાહેબનું માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુએ કર્યું સ્વાગત

સાવરકુંડલા શહેરના માનવ મંદિર આશ્રમમાં આજે જિલ્લા ન્યાયાધીશ કુમારી રીઝવાના બેન બુખારી અને સરકારી વકીલ મમતાબેન ત્રિવેદી વિશેષ મુલાકાતે પધાર્યા હતા. આશ્રમ પહોંચતા જ માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુએ પરંપરાગત રીતે તેમની આત્મીય સ્વાગતવિધિ કરી. મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ આશ્રમમાં ચાલી રહેલી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી. તેઓએ આશ્રમમાં રહેતા મનો દિવ્યાંગ બહેનો, અનાથ બાળકો અને સાથે સીધો સંવાદ કર્યો તથા તેમની જરૂરિયાતો અને સુવિધાઓ વિષે પૂછપરછ કરી. મહંત ભક્તિરામ બાપુએ આશ્રમની સ્થાપના, સેવા કાર્ય અને ભવિષ્યની યોજનાઓ વિશે વિસ્તૃત રજૂઆત કરી. જિલ્લા ન્યાયાધીશે આશ્રમની સ્વચ્છતા, આરોગ્ય સેવા, રહેઠાણ ની વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો.

સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીએ માનવ મંદિર જેવા સંસ્થાઓ સમાજમાં માનવતા અને સેવા ભાવના જાગૃત કરવા માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું. મુલાકાત દરમિયાન આશ્રમના સેવાભાવી કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને અનેક શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

 rajesh pande