નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી 17 અને 18 ઓગસ્ટે નેપાળની સત્તાવાર મુલાકાતે રહેશે. આ મુલાકાત નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયના આમંત્રણ પર થઈ રહી છે.
વિદેશ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત અને નેપાળ વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે, જે તાજેતરના વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં સહયોગ દ્વારા વધુ મજબૂત બન્યા છે. ભારતની 'પડોશી પ્રથમ' નીતિ હેઠળ, નેપાળ સાથેના સંબંધોને વિશેષ મહત્વ આપવામાં આવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મિસ્ત્રીની મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ-સ્તરીય સંવાદની પરંપરાને આગળ ધપાવશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની એક મહત્વપૂર્ણ તક હશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ