પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર ખાતે પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા સતત 7 વરસ થી ગણપતિની માટીની મૂર્તિઓનું પ્રદર્શન અને વેચાણ થાય છે. ધન્યતા ક્રિએશન અંતર્ગત ડૉ નૂતનબેન ગોકાણી સર્જનાત્મક શોખ ધરાવતા હોવાથી આ મૂર્તિઓનો અદભૂત શણગાર કરે છે. પર્યાવરણને બચાવવાની તેમની મુહિમ સહુ જાણે જ છે. ગણેશ ચતુર્થીના તહેવારને લઇ ડૉ સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું કે, લોકો પીઓપીની મૂર્તિ લઈ ને સ્થાપન કરે છે. ભલે નાની મૂર્તિ લો પણ માટીની મૂર્તિ લઈને વિસર્જન કરો જે પાણીમાં 4 થી 5 કલાકમાં ઓગળી જાય.
આનાથી બે ફાયદા થાય એક તો જળ સંશાધનો પ્રદૂષિત નથી થતા અને બીજું પીઓપીની મૂર્તિ પાણીમાંના ઓગળતા વિસર્જન બાદ બાપ્પાની મૂર્તિ વેરવિખેર તૂટી ફૂટી હાલતમાં રઝળે છે જે આપણે કરેલી આટલા દિવસની શ્રદ્ધાથી કરેલી પૂજા અર્ચના પર પાણી ઢોળ થાય. શણગાર કરેલી અલૌકિક રૂપ ધરાવતી બાપ્પાની મૂર્તિઓનું સ્થાપન કરવાથી એક ઘરમાં જાણે સાચા બાપ્પા આવી વિરાજમાન થયા હોય તેવું લાગે છે.10 ઇંચ થી લઈ ને 4 ફૂટ સુધીની માત્રને માત્ર માટીની મૂર્તિ નિહાળવી એક લહાવો છે. ડૉ રીતિગ્યાએ જણાવ્યું કે, પોરબંદરમાં કોઈને આવી મૂર્તિઓ જોવા જ નહીં મળે. ઘણી જગ્યાએ જોયું છે કે વિસર્જન બાદ ખાડાઓ અને દરિયામાં પડેલી મૂર્તિઓને મૂર્તિ વેચવા વાળા લોકો લઈ જઈ ફરીથી રીપેર કરી વેચાણ કરે છે જે ખરેખર અયોગ્ય છે. અત્યારથી પર્યાવરણની સુરક્ષા કરતી 7 વર્ષની ધન્યતા કહે છે કે બાપ્પાતો ઈકો ફ્રેન્ડલી લેવાય. અમારે વારસામાં પૈસા નથી જોઈતા, બસ ચોખ્ખી હવાને પાણી અમારા માટે મુક્ત જજો અને મેં પણ મૂર્તિ શણગારી છે. ખાસ જોવા આવજો. આગામી તા. 22 થી 27 ઑગસ્ટ સુધી કલ્યાણ હોલ ફ્રેન્ડસ પેટ્રોલ પંપ ખાતે “મિટ્ટી કે ગણેશા” નામે પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા માટીની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે જેનો લાભ લેવા સર્વે ભાવિકોને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya