મુખ્યમંત્રી જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા
ગાંધીનગર, 17 ઓગસ્ટ (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી, પ્રભુ મૂર્તિની આરતી ઉતારી ધન્યતા અનુભવી
इस्कॉन मंदिर


इस्कॉन मंदिर


ગાંધીનગર, 17 ઓગસ્ટ (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી, પ્રભુ મૂર્તિની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની ધાતુમૂર્તિનો પંચામૃત અભિષેક કર્યો હતો.

મુખ્યમંત્રીએ ભાવિક ભક્તો સાથે મંદિર મંડપમમાં બેસીને ધૂન કીર્તન તેમજ શ્રીજી દર્શનનો લાભ લીધો હતો.

અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી આ વર્ષે કૃષ્ણજન્મોત્સવના હર્ષોલ્લાસમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના શ્રી રાધાકૃષ્ણ ભગવાનના શ્રી ચરણોમાં કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઇ શાહ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande