વડોદરા, 17 ઓગસ્ટ (હિ.સ.)-વાઘોડિયા બ્રિજ પાસે સર્વિસ રોડ પર પીસીબી પોલીસે દરોડો પાડી, મશીનરી સ્પેર પાર્ટ્સની આડમાં વિદેશી દારૂ લઈ જતું કન્ટેનર ઝડપી પાડ્યું હતું.
કન્ટેનરની તપાસ કરતાં પોલીસે 7,992 બોટલ દારૂ, કિંમત રૂ. 42.01 લાખ, તથા કન્ટેનર, રોકડ રૂ. 5,500, મોબાઇલ અને મશીનરીના સ્પેર પાર્ટ્સ સાથે મળી કુલ રૂ. 89.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ડ્રાઇવર સાહીદ ઇશબભાઇ મેવ (રહે. લોહીંગ કલાં, પુણાના, મેવાત-હરિયાણા)ને ધરપકડ કરી છે. દારૂ મોકલનાર હરિયાણાના વેપારી અને દારૂ મંગાવનારની શોધખોળ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે