નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.)
વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવી રહેલા તમામ આરોપો વચ્ચે, મુખ્ય ચૂંટણી
કમિશનર જ્ઞાનેશ કુમારે રવિવારે એક પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી હતી કે,” ચૂંટણી
પંચ માટે બધા રાજકીય પક્ષો સમાન છે, કોઈ શાસક પક્ષ કે વિપક્ષ
નથી.” તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે,” ચૂંટણી પંચના દરવાજા બધા માટે ખુલ્લા છે
અને કમિશન ખોટા આરોપોથી ડરતું નથી કે, પ્રભાવિત થતું નથી.”
દિલ્હીના રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે એક પત્રકાર પરિષદમાં, મુખ્ય ચૂંટણી
કમિશનરે કહ્યું કે,” મતદાર યાદી અપડેટ કરવા માટે બિહારમાં ખાસ સઘન સુધારણાની
પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.” રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહેલા આરોપો પર
ચિંતા વ્યક્ત કરતા, કુમારે કહ્યું કે,” જિલ્લાના પક્ષના કાર્યકરોનો
વાસ્તવિક અવાજ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓ સુધી પહોંચી રહ્યો નથી અથવા ભ્રમ
ફેલાવવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મતદારના ફોટાનો તેમની પરવાનગી
વિના ઉપયોગ કરવા અંગે પણ ફરિયાદ મળી છે, પરંતુ કમિશન મતદારો સાથે
ખડકની જેમ ઊભું રહેશે.”
તેમણે ખાતરી આપી હતી કે,” ચૂંટણી પારદર્શિતા અને નિષ્પક્ષતા
સાથે યોજાશે.”
તેમણે કહ્યું કે,” કાયદા મુજબ દરેક રાજકીય પક્ષ ચૂંટણી
પંચમાં નોંધણી દ્વારા જન્મે છે. તો પછી ચૂંટણી પંચ એક જ રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ
કેવી રીતે કરી શકે? ચૂંટણી પંચ માટે બધા સમાન છે. કોઈ પણ રાજકીય
પક્ષનો હોય, ચૂંટણી પંચ તેની બંધારણીય ફરજથી પાછળ હટશે નહીં. અત્યાર સુધીમાં 1.6 લાખ બૂથ લેવલ
એજન્ટોએ, ડ્રાફ્ટ યાદી તૈયાર કરી છે. જ્યારે દરેક બૂથ પર આ ડ્રાફ્ટ યાદી તૈયાર
કરવામાં આવી રહી હતી, ત્યારે તમામ રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટોએ
તેમની સહીઓથી તેની ચકાસણી કરી હતી. મતદારોએ કુલ 28,370 દાવાઓ રજૂ કર્યા
છે.”
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ