નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.)
ચૂંટણી પંચે રવિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના, તેમના મત ચોરીના
આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે,” તેમણે 7 દિવસમાં સોગંદનામું
આપવું જોઈએ અથવા દેશની માફી માંગવી જોઈએ. સોગંદનામા વિના તેમના દ્વારા લગાવવામાં
આવેલા આરોપોનો જવાબ કમિશન આપશે નહીં.” ઉપરાંત, ચૂંટણી પંચે સ્પષ્ટ
કર્યું કે,” મતદાર યાદીમાં ભૂલો નકલી મતદાન નથી બનાવતી.”
દિલ્હીના રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે આયોજિત એક ખાસ
પત્રકાર પરિષદમાં, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિપક્ષના
નેતા રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવી રહેલા આરોપોનો જવાબ આપ્યો. તેમણે બિહારમાં
ચાલી રહેલી વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા સંબંધિત પ્રશ્નો પર પણ પોતાના મંતવ્યો રજૂ
કર્યા. ચૂંટણી પંચ અંગે રાહુલ ગાંધીના આરોપો પર, મુખ્ય ચૂંટણી
કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે,” તેમણે કાં તો સોગંદનામું આપવું પડશે અથવા દેશની
માફી માંગવી પડશે. ત્રીજો કોઈ વિકલ્પ નથી. જો 7 દિવસમાં સોગંદનામું
પ્રાપ્ત ન થાય, તો તેનો અર્થ એ છે કે આ બધા આરોપો પાયાવિહોણા છે.”
મુખ્ય ચૂંટણી કમિશનરે એક વાત સ્પષ્ટ કરી કે,” મતદાર યાદીને
ભૂલમુક્ત રાખવી એ દરેકની સામૂહિક જવાબદારી છે. મતદાર યાદીમાં ભૂલો નકલી મતદાન કે
ખોટા મતદાનનો સંકેત નથી.” તેમણે કહ્યું કે,” મતદાર યાદીમાં ભૂલો સામાન્ય છે, કારણ કે તે
વિકેન્દ્રિત પ્રક્રિયા હેઠળ ખૂબ મોટા પાયે તૈયાર કરવામાં આવે છે. આ ભૂલો તરફ ધ્યાન
દોરવાની પણ એક પ્રક્રિયા છે. મતદાન પહેલાં સ્થાનિક સ્તરે આ ખૂબ જ સરળતાથી કરી શકાય
છે. મતદાન પછી, નિયમો અનુસાર સોગંદનામું આપી શકાય છે, જેની ચૂંટણી પંચ દ્વારા
તપાસ કરી શકાય છે.”
ચૂંટણી પંચે કહ્યું કે,” મહારાષ્ટ્ર, ઓડિશા અને ઉત્તર
પ્રદેશમાં ચૂંટણીઓ પછી તેને આવું કોઈ સોગંદનામું મળ્યું નથી.” રાહુલ ગાંધીના આરોપો
પર,
પંચે કહ્યું કે,”
ફક્ત પીપીટીબતાવીને, પંચ લાખો મતદારોને તપાસ હેઠળ લાવી શકતું નથી.”
તેમણે કહ્યું કે,” મતદાર યાદી અને મતદાન અલગ વસ્તુઓ છે - યાદીમાં ભૂલો હોઈ શકે છે, પરંતુ આ મતદાનની
શુદ્ધતાને અસર કરતું નથી. ખોટા ડેટા અને પીપીટીના આધારે આરોપો લગાવવા એ, ચૂંટણી
પ્રક્રિયાને નબળી પાડવા જેવું છે.”
કુમારે કહ્યું કે,” રાજકીય પક્ષોને સમયસર વાંધા દાખલ કરવાનો
અધિકાર આપવામાં આવ્યો છે, પરંતુ સમય વીતી ગયા પછી આરોપો લગાવવા એ માત્ર
રાજકારણ છે.” પંચે પુનરોચ્ચાર કર્યો કે,” દરેક પાત્ર વ્યક્તિને યાદીમાં સામેલ
કરવાની અને અયોગ્ય વ્યક્તિને દૂર કરવાની જવાબદારી તેની છે. બિહાર અંગે, રાજકીય પક્ષો
પાસે 1 સપ્ટેમ્બર સુધીનો સમય છે.”
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ