બિગ બોસ વિજેતા યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ, બાઇક સવાર બદમાશોએ ગોળીઓ ચલાવી
-રવિવારે સવારની ઘટના, ઘટના સમયે એલ્વિશ ઘરે હાજર ન હતો ગુરુગ્રામ, નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.). રવિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે અજાણ્યા હુમલાખોરોએ યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયા. ફાયરિંગની માહિતી મળતાં જ પોલીસ ઘ
યુટ્યુબર એલ્વિશ યાદવ-ફાઈલ ફોટો


-રવિવારે સવારની ઘટના, ઘટના સમયે એલ્વિશ ઘરે હાજર ન હતો

ગુરુગ્રામ, નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.). રવિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે અજાણ્યા હુમલાખોરોએ યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયા. ફાયરિંગની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ ઘટના અંગે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, રવિવારે સવારે સેક્ટર-57માં બિગ બોસ વિજેતા યુટ્યુબર એલ્વિશના ઘરે બાઇક પર સવાર ત્રણ અજાણ્યા બદમાશોએ 10 થી 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સવારે થયેલી આ અચાનક ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી. એલ્વિશ યાદવ પણ તે સમયે ઘરે હાજર ન હતા.

પોલીસ પ્રવક્તા સંદીપ કુમારે જણાવ્યું હતું કે, ઘટનાની માહિતી મળતાં જ સેક્ટર-56 પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે પોલીસની ઘણી ટીમો તપાસમાં લાગી છે.

સવારે ત્રણ બદમાશો એલ્વિશના ઘરે બાઇક પર આવ્યા હતા. ઘરના ગ્રાઉન્ડ અને પહેલા માળે ફાયરિંગ થયું હતું.

તમને જણાવી દઈએ કે, એલ્વિશ યાદવ હરિયાણવી ગાયક રાહુલ ફાજિલપુરિયાના નજીકના છે. તાજેતરમાં રાહુલ ફાજિલપુરિયા પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ કેસને, ફાજિલપુરિયા કેસ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. હાલમાં, પોલીસ આ મામલાની તપાસમાં લાગી છે.

હિન્દુસ્થાન સમાચાર / ઈશ્વર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande