વડોદરા, 17 ઓગસ્ટ (હિ.સ.)-કપુરાઈ પોલીસે બપોરે મળેલી ગુપ્ત બાતમીના આધારે ખટંબા રેસીડેન્સી ટાવર નં. A/2ના ટેરેસ પર દરોડો પાડી જુગાર રમી રહેલા 7 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં નિતેન્દ્રસિંહ ગોહિલ, સતીશ વસાવા, વિપુલ પંડ્યા, શૈલેષ રાવળ, ધર્મેશ પરમાર, કલ્પેશ રાણા અને રામસિંહ સોલંકી (રહે. ખટંબા અર્બન રેસીડેન્સી, સવિતા હોસ્પિટલ રોડ)નો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10,400, સાત મોબાઇલ ફોન સહિત રૂ.1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓને જુગારધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે