સોમનાથ પ્રભાસ પાટણમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની, ભારે ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
ગીર સોમનાથ, 17 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ માં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પ્રભાસના દૈત્યસુદન મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાનો, જયજયકાર સાથે પ્રારંભ થયો હતો. જેમાં ધુન ભજન અને બાળ
પ્રભાસ પાટણ માં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ


ગીર સોમનાથ, 17 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ માં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પ્રભાસના દૈત્યસુદન મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાનો, જયજયકાર સાથે પ્રારંભ થયો હતો. જેમાં ધુન ભજન અને બાળ કનૈયાના વેશભૂષા સાથે બાળકો અને ઢોલ શરણાઈના તાલે શોભાયાત્રા નગરમાં ફરી હતી જેમાં ભોઈવાડા દરજીવાડા મેન બજાર કોલીવાડા સહિત શહેરના વિસ્તારોમાં નગરયાત્રા ફરી હતી ઠેર ઠેર લોકોએ, કૃષ્ણ જન્મના વધામણા મટકી ફોડના કાર્યક્રમો શરબત અને જલપાનના સેવા પરબો શોભાયાત્રાના માર્ગમાં લોકોએ શોભાયાત્રા ના ભાવિકોને જલપાન કરાવ્યા હતા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા.

વિવિધ સમાજના આગેવાનો અને પ્રજાજનોએ ઉત્સાહભર આ શોભાયાત્રામાં મેન બજાર અને જુદા જુદા ચકલાઓ શણગારી શોભાયાત્રા માં જોડાયા હતા. જેમાં બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ, બાલાભાઈ સાંભળવા, દિનેશ બામણીયા પ્રમુખ મોટા કોળી સમાજ, જગદીશભાઈ વાજા, સામતભાઈ વાજા,નાના કોળી સમાજના પ્રમુખ પ્રવિણભાઇ ચુડાસમા, ચેતનભાઈ પરમાર હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande