ગીર સોમનાથ 17 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ ના ઉના તાલુકાના અંબાડા ગામે કૂવામાં પડેલા દીપડાનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું કરવામાં આવ્યું હતૂ
ઊના ના અંબાડા ગામે હનુમાનજી મંદિરના આશ્રમમાં આવેલ પાણીના સાંકડા કૂવામાં પડ્યો હતો અને શિકારની શોધમાં કૂવામાં પડી ગયેલ દીપડાને મંદિરના મહંતે જોતા વન વિભાગને જાણ કરી હતી.
જ્યારે વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને જશાધાર વનવિભાગ દ્વારા દીપડાને બચાવવા દિલધડક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. એક કલાક સુધી ભારે જહેમત બાદ દીપડાને કૂવામાંથી પાંજરે પૂર્યો હતો. કૂવામાં પડેલ દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કરાયા બાદ ફરી જંગલમાં મુક્ત કરાશે...
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ