ગીર સોમનાથ 17 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ ખારવા વાડ કામનાથ ચોક ખાતે અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા કામનાથ દાદા મિત્ર મંડળ દ્રારા ભગવાન કૃષ્ણ જન્માષ્ટમીના શુભ દિવસે, વેરાવળ ખારવા વાડા કામનાથ ચોક દેવલના બારે શ્રી કૃષ્ણ ભગવાનની ભવ્ય દહીં હાડ઼ી મટકી ફોડ મહાત્સવ રાખવા માં આવયો હતો.
આ દહીં હાડ઼ી મટકી ફોરનાર વિજેતાને ઇનામ જીતુભાઇ મોહનભાઈ કુહાડા તરફથી આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ખારવા સમાજ ઉપ પટેલ બાબુભાઈ આગિયા ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડીયા, વેરાવળ સમસ્ત ખારવા સમાજ અગ્રણી કિશોરભાઈ ગણેશભાઈ કુહાડા, પ્રકાશભાઈ માલમડી, તેમજ કામનાથ દાદા મિત્ર મંડળના તમામ યુવાનો તેમજ વેરાવળ મગરા ગ્રુપ તમામ મિત્ર મંડળ, તેમજ બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ