પાટણ જિલ્લામાં મટકીફોડ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેર તેમજ જિલ્લામાં જન્માષ્ટમી પર્વ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. રાધા કૃષ્ણ મંદિર, જગદીશ મંદિર, ગોવર્ધનનાથજી મંદિર અને દ્વારકાધીશ મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન દર્શનાર્થીઓની ભારે અવરજવર રહી હતી અન
પાટણ જિલ્લામાં મટકીફોડ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી


પાટણ જિલ્લામાં મટકીફોડ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી


પાટણ જિલ્લામાં મટકીફોડ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી


પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેર તેમજ જિલ્લામાં જન્માષ્ટમી પર્વ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. રાધા કૃષ્ણ મંદિર, જગદીશ મંદિર, ગોવર્ધનનાથજી મંદિર અને દ્વારકાધીશ મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન દર્શનાર્થીઓની ભારે અવરજવર રહી હતી અને મધરાતે જન્મોત્સવ મહાઆરતી સાથે ઉજવાયો હતો. શહેરની સોસાયટીઓ અને મહોલ્લાઓમાં રાત્રે 12 વાગ્યે મટકીફોડ કાર્યક્રમો યોજાયા હતા.

બાળકો 'જય રણછોડ, માખણચોર'ના નાદ સાથે મટકી ફોડમાં જોડાયા હતા. હિંગળાચાચર ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ઝીણીપોળ બળીયાપાડો, જોગીવાડો, કસારવાડો અને પાયલપાર્ક સોસાયટીમાં ભજન-કીર્તન અને ભક્તિગરબા સાથે મટકીફોડની ઉજવણી થઈ હતી. મહોલ્લાના ચોકમાં કનૈયાની પ્રતિમા સાથે બાળિકાઓએ રમતો રમી અને બાળકોને ચોકલેટ વિતરણ કરાયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande