સુરત સચિનમાં કળિયુગી પુત્રનો કહેર: પ્રેમ સંબંધની શંકાએ પિતાની હત્યા
સુરત, 17 ઓગસ્ટ (હિ.સ.)-સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. પ્રેમ સંબંધની શંકાએ સગીર પુત્રએ પોતાના પિતાની ચપ્પુના ઘા ઝીંકી નિર્દયતાથી હત્યા કરી નાખી. માહિતી મુજબ, પુત્રને શંકા હતી કે તેના પિતાનો પાડોશની એક સ્ત્રી સાથે સંબંધ છે.
murder


સુરત, 17 ઓગસ્ટ (હિ.સ.)-સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. પ્રેમ સંબંધની શંકાએ સગીર પુત્રએ પોતાના પિતાની ચપ્પુના ઘા ઝીંકી નિર્દયતાથી હત્યા કરી નાખી.

માહિતી મુજબ, પુત્રને શંકા હતી કે તેના પિતાનો પાડોશની એક સ્ત્રી સાથે સંબંધ છે. આ મુદ્દે લાંબા સમયથી પિતા-પુત્ર વચ્ચે મતભેદ ચાલી રહ્યા હતા. ગઇકાલે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પુત્રએ ગુસ્સામાં આવી પિતાની પર ચપ્પુ વડે હુમલો કર્યો, જેને કારણે પિતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.

ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સગીર પુત્રની ધરપકડ કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande