પાટણમાં ભક્તિભાવથી કાનુડાનો જન્મોત્સવ અને વિસર્જન
પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.) પાટણ શહેરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો. શહેરના મહોલ્લા, પોળ અને સોસાયટીઓમાં શ્રીકૃષ્ણના જયજયકારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પુત્ર જન્મની ખુશી અને માનતા નિમિત્તે પરિવારોમાં માટીના કાનુડાને પધરાવી પૂજાવિધિ
પાટણમાં ભક્તિભાવથી કાનુડાનો જન્મોત્સવ અને વિસર્જન


પાટણમાં ભક્તિભાવથી કાનુડાનો જન્મોત્સવ અને વિસર્જન


પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.) પાટણ શહેરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો. શહેરના મહોલ્લા, પોળ અને સોસાયટીઓમાં શ્રીકૃષ્ણના જયજયકારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પુત્ર જન્મની ખુશી અને માનતા નિમિત્તે પરિવારોમાં માટીના કાનુડાને પધરાવી પૂજાવિધિ કરવામાં આવી હતી. મહિલાઓ કાનુડાના ગરબે ઘૂમી ભક્તિમાં લીન બની હતી.

શ્રાવણ વદ નોમના દિવસે વાજતે-ગાજતે કાનુડાની મૂર્તિઓને જળાશયોમાં વિસર્જન કરવા લઈ જવામાં આવી હતી. મહિલાઓએ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદ સાથે કાનુડાને મસ્તક પર ધારણ કર્યા બાદ ટ્રેક્ટર અને ટ્રકમાં મૂર્તિઓને બેસાડી વિસર્જન કર્યું હતું. વિસર્જન દરમિયાન બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી.

બાવાહાજી પાસેથી વહેતી સરસ્વતી નદીમાં પણ ઘણા લોકોએ કાનુડાનું વિસર્જન કર્યું હતું. કેટલાક લોકો જોખમી રીતે નદીના પાણીમાં સ્નાન કરતા જોવા મળ્યા હતા, ત્યારે કોઈ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો ન હતો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande