પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર શહેર તેમજ તાલુકામાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે કૃષ્ણ મંદિરોને વિવિધ ફૂલો તેમજ રંગ બેરંગી લાઈટોથી સુશોભિત કર્યા હતા. શહેરમાં મંડી બજાર ચોકમાં ભગવાન શ્રી ગોવિંદમાધવની કૃપાથી, રાધે ગ્રુપ દ્વારા આયોજિત શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ મટકી ફોડનું આયોજન કરાયું હતું .શહેરના કોઠારીવાસમાં સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત જન્માષ્ટમી પર્વ, અચલાપૂરા, સનનગર, પગીવાસ, પસવાદળની પોળ, સિદ્ધેશ્વરી સોસાયટી, ભીલવાસ, વિજયનગર સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો
સિદ્ધપુર તાલુકાના દેથળી ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ક્રિષ્ના યુવક મંડળ દ્વારા કરાય છે. છેલ્લા 10 વર્ષથી આ કાર્યક્રમ થાય છે જેમાં સમસ્ત દેથળી ગામ જોડાય છે અને હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ખુશી મનાવે છે અને આ કાર્યક્રમને નિહાળવા આજુબાજુના ગામના લોકો આવે છે. તાલુકાના સેદ્રાણા, સુજાનપુર, તાવડીયા, ગણેશપુરા, ખોલવાડા, ચાટાવાડા, મેળોજ, આંકવી, બીલીયા, લાલપુર સહિતના ગામોમાં પણ રાત્રે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર