ઊંઝા સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે “નારી સશક્તીકરણ અને સ્વાવલંબન” વિષયક યોજાયું વ્યાખ્યાન
મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે NSS અને CWDC ના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી “નારી સશક્તીકરણ અને સ્વાવલંબન” વિષય પર પ
ઊંઝા સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે નારી વંદન સપ્તાહ અંતર્ગત “નારી સશક્તીકરણ અને સ્વાવલંબન” વિષયક વ્યાખ્યાન


મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે NSS અને CWDC ના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી “નારી સશક્તીકરણ અને સ્વાવલંબન” વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપવામાં આવ્યું.

વક્તવ્ય દરમિયાન મહિલાઓના સર્વાંગી વિકાસમાં શિક્ષણનું મહત્વ, આર્થિક સ્વતંત્રતા, તથા સમાજમાં સમાન હકો મેળવવાની જરૂરીયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો. મહિલાઓ આત્મવિશ્વાસ અને સંકલ્પથી જીવનના દરેક ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવી શકે છે તેવા ઉદાહરણો રજૂ કરીને યુવતીઓને પ્રેરિત કરવામાં આવ્યા. સાથે જ, નારી માત્ર ઘરનું પરંતુ રાષ્ટ્ર નિર્માણનું મજબૂત આધારસ્તંભ છે તેવા વિચારો મૂકવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા શિક્ષકમંડળે વ્યાખ્યાનથી પ્રેરણા મેળવીને મહિલાઓ માટે સમાન અવસર ઉભા કરવા સંકલ્પ લીધો. કાર્યક્રમને સફળ બનાવવા NSS, CWDC, કોલેજના પ્રિન્સિપાલ તથા તમામ પ્રાધ્યાપકઓનો સહયોગ નોંધપાત્ર રહ્યો.

નારી સશક્તિકરણના આ સંદેશા સાથે કાર્યક્રમ એક પ્રેરણાત્મક અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થયો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande