પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં વિભાજન વિભીષિકા દિવસ નિમિતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી પોરબંદર દ્વારા પોરબંદર શહેરની નર્સિંગ કોલેજના મધ્યસ્થ ખંડમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ સમારંભના મુખ્ય વક્તા પ્રદેશ ભાજપ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણીએ વિસ્તૃત ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, ભારત પાકિસ્તાનના વિભાજન સમયે, યાતના અને ગુજારેલ અત્યાચારના કારણે લાખો ભાઈ બહેનોને વિસ્થાપિત થવું પડયું હતું. આ દિવસ ભાગલા દરમિયાન ઘણા ભારતીયોના દુઃખોને યાદની યાદ તાજી થાય છે આ દિવસની યાદ તાજી રહે અને દેશ કેવી મુશ્કેલી માંથી પસાર થયો હતો તે યાદી માટે એ દિવસ દેશ વાસીઓ અને ભાજપ દ્વારા ભારતીયોને સામાજિક વિભાજન, વિસંગતતા દૂર કરવાની અને એકતા, સામાજિક સંવાદિતા અને માનવ સશક્તિકરણની ભાવનાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાતને યાદ અપાવવાનો છે. આ વિષય સંદર્ભમાં સમગ્ર ભારત વર્ષમાં વિભાજન વિભીષિકા દિવસ તરીકે મનાવવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા તરીકે પ્રદીપભાઈ ખીમાણી, ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, વરિષ્ઠ અગ્રણી સામતભાઈ ઓડેદરા, કપિલભાઈ કોટેચા, આવડાભાઈ ઓડદરા સહિતના પાર્ટીના આગેવાનો અને શહેરના આગેવાનો ઉપરાંત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા મોરચા પ્રમુખ લક્કીરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya