પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.)આગામી સીઝન 2025 -26 માટેની સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસીએશન દ્વારા આયોજીત અન્ડર-23 ઈન્ટર ડિસ્ટ્રીકટ ત્રી-દિવસીય લીગ મેચ માટે ટીમ જાહેર કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટના તમામ મેચ પોરબંદરના ઐતિહાસીક ધી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાનાર છે.
જેનો પ્રથમ મેચ તાઃ 23-24-25 ઓગષ્ટ 2025 ના રોજ પોરબંદર રૂરલ સામે અને બીજો મેચ ભાવનગર ડિસ્ટ્રીકટ સામે તા. 31ઓગષ્ટ અને 1-2 સપ્ટેમ્બર 2025 ના રોજ રમાશે. અંતીમ જાહેર થયેલી ટીમના સભ્યોમાંની હાલ ચૌધરી (કેપ્ટન), જય મકવાણા, દેવર્શ મહેતા, પ્રતીક રાઠોડ, આકાશ પરમાર, અર્જુન બારૈયા, સ્નેહ સલેટ, માનવ પરમાર, પ્રીત મોનાણી, ધ્રુવ ઝાલાવાડીયા, વિશ્વજીત ખેર, આકાર શીંગરખીયા, સાવન શેરાજી, રવી કડછા, હંસલ હોદાર અને માનવ પ્રજાપતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોરબંદર જીલ્લા ક્રિકેટ એશોસીએશનના પ્રમુખ રણછોડભાઈ શિયાળ, જોઈન્ટ સેક્રેટરી પ્રભુદાસભાઈ ગોકાણી સહીત સર્વે હોદેદારો તથા સભ્યો અને ક્રિકેટ ચાહકોએ ઉત્તમ પ્રદર્શન કરવા શુભ કામના પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya