- કેન્દ્રીય રેલ્વે
મંત્રી અશ્વિન વૈષ્ણવે, મુખ્યમંત્રી મમતા બેનર્જીને આમંત્રણ આપ્યું
કલકતા, નવી દિલ્હી,17 ઓગસ્ટ (હિ.સ.)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટે પશ્ચિમ બંગાળમાં, નવા મેટ્રો રૂટનું ઉદ્ઘાટન કરશે.
આમાં નોઆપરાથી જયહિંદ સુધીની નવી બનેલી યલો લાઇન, હેમંત મુખર્જીથી બેલિયાઘાટા સુધીની ઓરેન્જ લાઇન
અને સિયાલદાહથી એસ્પ્લેનેડ સુધીની ગ્રીન લાઇન-1 અને 2નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઘણી નવી મેટ્રો ટ્રેનોને પણ લીલી ઝંડી આપવામાં
આવશે. સંબંધિત વિભાગોમાં આ કાર્યક્રમ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભમાં, કેન્દ્રીય રેલ્વે
મંત્રી અશ્વિન વૈષ્ણવે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર મોકલ્યો છે.
મુખ્યમંત્રીને ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ
આપવામાં આવ્યું છે. જારી કરાયેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'કેન્દ્ર સરકારે
પશ્ચિમ બંગાળમાં રેલ સેવાઓ અને માળખાગત સુવિધાઓના વિકાસ માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં
લીધા છે. હાલમાં, રાજ્યમાં લગભગ 83765 કરોડ રૂપિયાના
પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળને વર્તમાન બજેટમાં 13955 કરોડ રૂપિયાની
રેકોર્ડ ફાળવણી મળી છે. આ ઉપરાંત, રાજ્યના 101 રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાના રેલ્વે સ્ટેશનોમાં
રૂપાંતરિત કરવાનું કામ ચાલી રહ્યું છે.’
પશ્ચિમ બંગાળમાં પહેલાથી જ 9 'મેડ ઇન ઇન્ડિયા' વંદે ભારત એક્સપ્રેસ અને બે અમૃત ભારત ટ્રેનો
દોડી રહી છે. 22 ઓગસ્ટ, 2025 ના રોજ, પ્રધાનમંત્રી
મોદી હાવડા મેટ્રો સ્ટેશન પર સિયાલદાહ-એસ્પ્લેનેડ મેટ્રો સેક્શન, બેલિયાઘાટા-હેમંત
મુખર્જી સેક્શન, નોઆપરા-જય હિંદ
(એરપોર્ટ) સેક્શન અને નવા સબવેનું ઉદ્ઘાટન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / ધનંજય પાંડે / ગંગા / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ