પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.)રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તાર વીજ ફોલ્ટ સર્જાયો હતો ત્યારે રાત્રે 11 કલાકે સ્થાનિક લોકોએ ટેલિફોનિક જાણ કરવા પી.જી. વી.સી.એલ.ના સીયુજી નંબરમાં ફોન કરેલ હતો પરંતુ ફોન સતત વ્યસ્ત આવતો હતો ત્યારે સ્થાનિક લોકોએ ત્યાં રૂબરું ફોલ લખાવા માટે ગયા ત્યારે ઓફિસમાં કોઈ હાજર મળી આવેલ ન હતુ ત્યારે બાર બેઠેલા સીકીયોરેટી ગાર્ડને પૂછતાં બધા માણસો ફોલ્ટ કરવા બાર ગયા છે તેવું જણાવ્યું હતું.45 મિનિટ સુધી રાહ જોય છતાં કોઈ ન આવતા સ્થાનિકોએ મીડિયાનો સંપર્ક કર્યો હતો.મોડી રાત્રે પી.જી.વી.સી. એલ.ની ઓફિસે 4 કર્મચારી આવ્યા ત્યારે તેમને પૂછ્યું ફોને કેમ ઉપાડતા નથી તો એવો ઉડાવ જવાબ આપવામામ આવ્યો કે, અમારે બીજાના ફોન આવતા હોઈ હું બીજા ફોલ્ટ માટે બહાર હતો. ત્યારે ફોલ્ટ લખવા માટે રાત્રે 1 અલગ જ માણસ ફાળવેલ છે. એ પણ કોઈ જાતનું જ્ઞાન વગર ફોલ્ટ સમા કરવા સાથે વ્યક્તિ ગયા હતા ત્યારે સૂત્રોમાંથી માહિતી મળેલ કે રોજનું છે. અહીં રાતે ફોલ્ટ હોઈ એટલે કોઈ હોતું જ નથી ઓફિસ સાવ ખાલી હોઈ ત્યારે 1 નાનકડા ફોલ્ટ પાછળ પી.જી.વી.સી.એલ.ના કર્મચારી પોતાની કેટલી મનમાની ચલાવે છૅ અને હજી કેટલી ચલાવશે વાત માટે પત્રકારે ઈજનેર મોરીનો સંપર્ક કરતા એવું કીધું એવું કઈ હતુ જ નહિ નાનો ફોલ્ટ હતો. કડક સૂચના આપી દઈશ આવું કહીને પોતાને બચવાનો પ્રયાસ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya