પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના બરડા ડુંગરમાં મોટીમાત્રામાં દેશી દારૂનું ઉત્પાદન થઇ રહ્યુ છે અને સ્ટેટમોનીટરીંગ સેલની ટીમે પણ તાજેતરમાં દરોડો પાડીને દારૂની મોટી ભઠ્ઠીનો નાશ કર્યો હતો ત્યારે હવે રાણાવાવ પોલીસ પણ હરકતમાં આવી છે અને બે કારમાંથી 570 લીટર દેશી દારૂ સહિત 2 લાખ 64 હજારનો - મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન, જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના પોલીસ અધિક્ષક ધ્રુવલ. સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઈને મળેલ સંયુક્ત હકીકતોને આધારે કાઢીયાનેશ પાસેથી લાખા - લાલાભાઈ મોરીના કબ્જા હવાલાવાળી મહીન્દ્રા બોલેરો કાર કિ. રૂા.1,00,000 વાળીમાંથી દેશી દારૂ લીટર 170 કિ.રૂા. 34,000નો ગામમાંથી ગંડીયાવાળાનેશ તરફ જતા રસ્તે ડેમ પાસેથી મેરૂ ઉર્ફે મેરા બાવાભાઈ મોરીના કબ્જા હવાલાવાળી ઇકો કાર કિ.રૂા. 50,000 વાળી માંથી દેશી દારૂ લીટર 400 કિ.રૂા. 80,000નો મુદામાલ સાથેના પ્રોહીબીશનના અલગ અલગ બે કેશ શોધી કાઢી કુલ 4 શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના બે ગુન્હાઓ રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલા બંને શખ્શોની પૂછપરછ કરવામાં આવતા આ દારૂના ગુન્હામાં કુતિયાણાના રામ ઉર્ફે રામલી ચના મોઢવાડીયા અને જામજોધપુરના ડોકામરડીનેશના રાજુ કોડીયાતરની સંડોવણી હોવાનું ખુલતા એ બંને શખ્શો સામે પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya