પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે લલિત કલા એકેડેમી ન્યુ દિલ્હી દ્વારા યોજાયેલ નેશનલ કેમ્પ 2023 ભારતના શ્રેષ્ઠ કલાકારો દ્વારા નિર્મિત આયર્ન સ્ક્રેપ સ્કલ્પચર્સના વિવિધ બગીચાઓમાં અર્જુનભાઈ મોઢવાડિયા ધારાસભ્ય પોરબંદરના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ.
આ પ્રસંગે પોરબંદર મનપા કમિશ્નર એચ. જે પ્રજાપતિ(IAS), એક્ઝિક્યુટિવ લલિત કલા એકેડમીન્યૂ દિલ્હી નિરૂપમાબેન ટાંક મ્યુનિસીપલ એન્જિનિયર દેવાંગભાઈ રાડિયા, જોઈન્ટ કમિશનર ડી. આર .૫રમાર, તથા ઈનોવેટી આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદરના આર્ટિસ્ટ મિત્રો પોરબંદર શહેરના પ્રતિષ્ઠીત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya