ભરૂચના યુવા વકીલને, ભાજપા લીગલ સેલના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
ભરૂચમાં 55 વર્ષની મહિલા વકીલ ઉપર યુવાન વકીલે દુષ્કર્મ આચર્યું હોવા બાબતે પરણિત હોવા છતાં ડિવોર્સી મહિલા વકીલ સાથે સંબંધ બાંધ્યા હતા મહિલા વકીલ નિરલ ઠાકોરની ઓફિસે જતા ભાંડો ફૂટ્યો હતો ભરૂચ 17 ઓગસ્ટ (હિ.સ.) ભરૂચની 55 વર્ષીય મહિલા વક
ભરૂચના યુવા વકીલને ભાજપા લીગલ સેલના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા


ભરૂચના યુવા વકીલને ભાજપા લીગલ સેલના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા


ભરૂચમાં 55 વર્ષની મહિલા વકીલ ઉપર યુવાન વકીલે દુષ્કર્મ આચર્યું હોવા બાબતે

પરણિત હોવા છતાં ડિવોર્સી મહિલા વકીલ સાથે સંબંધ બાંધ્યા હતા

મહિલા વકીલ નિરલ ઠાકોરની ઓફિસે જતા ભાંડો ફૂટ્યો હતો

ભરૂચ 17 ઓગસ્ટ (હિ.સ.)

ભરૂચની 55 વર્ષીય મહિલા વકીલને તેનાથી નાની ઉંમરના અને પરણિત વકીલે ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી વાતચીત કરી ચા પીવાના બહાને ભેગા થઈ લગ્નની લાલચ આપી અવારનવાર મહિલા વકીલના ઘરે જમવાના બહાને જઈ શરીર સંબંધ બાંધી તરછોડી દેતા મહિલા વકીલે નિરલ ઠાકોર વિરુદ્ધ કાયદેસર ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ હતી.ત્યારે ભાજપની છબી ખરડાય નહી એટલા માટે ભરૂચ જિલ્લા પ્રમુખે તેને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

ભરૂચના નોટરી વકીલ નિરલ ઠાકોર રાજકીય ક્ષેત્રે પણ અનેક સંસ્થાઓમાં અને રાજકીય પક્ષોમાં પણ હોદ્દો ધરાવે છે .જેમાં એડવોકેટ એન્ડ નોટરી વકીલ, સહકાર ભારતી ભરૂચ ડિસ્ટ્રીક મહામંત્રી, શ્રી રંગ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, ઠાકોર સમાજ સોશિયલ વર્ગ ભરૂચ જિલ્લા ઠાકોર સમાજના અગ્રણી અને ભાજપના 15 વર્ષથી સક્રિય કાર્યકર તેમજ ભાજપના જિલ્લા લીગલ શેલના હોદ્દેદાર તેમજ અગાઉ સહકારી ભારતી ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે.ત્યારે તેમની વિરુદ્ધ મહિલા વકીલ સાથે દુષ્કર્મ આચરવાની કલમો સાથે કાયદેસર પોલીસ ફરિયાદ થતાં તેમને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ, નિરલ ઠાકોરને ભાજપા લીગલ સેલના સભ્ય પદેથી સસ્પેન્ડ કરી ચોક્કસ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande