વિજાપુર તાલુકાના ફુદેડા ખાતે હિટ એન્ડ રનની દુર્ઘટનામાં યુવકનું મોત
મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામ નજીક એક દુર્ભાગ્યપૂર્ણ હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અજાણ્યા કારચાલકે માર્ગ પરથી પસાર થતો એક યુવકને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુ
વિજાપુર તાલુકાના ફુદેડા ખાતે હિટ એન્ડ રનની દુર્ઘટનામાં યુવકનું મોત


મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામ નજીક એક દુર્ભાગ્યપૂર્ણ હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અજાણ્યા કારચાલકે માર્ગ પરથી પસાર થતો એક યુવકને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

કારચાલક અકસ્માત બાદ વાહન સાથે ફરાર થઈ ગયો હોવાથી ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબજે લીધો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બાદ પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવા સાથે કારચાલકની ઓળખ બહાર પાડવા તજવીજ શરૂ કરી છે.

આ ઘટના બાદ ગ્રામજનો અને સ્થાનિકોમાં ભય અને દુઃખનું વાતાવરણ સર્જાયું છે. મૃતકના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસ દ્વારા અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ હિટ એન્ડ રન અકસ્માતે ફરી એકવાર માર્ગ સલામતીના મુદ્દાઓને લઈને ગંભીર ચર્ચા જગાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande