સુરત, 17 ઓગસ્ટ (હિ.સ.)-લિંબાયત ખાતે કાપડના વેપારી આલોક અગ્રવાલની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી અસ્ફાક શેખને સુરત DCB ટીમે વાપીના ડુંગરા વિસ્તારમાંથી પકડી પાડ્યો.
પોલીસે તેના સાળાના મકાનમાં દરોડો પાડ્યો ત્યારે અસ્ફાકે છરા વડે હુમલો કર્યો. પોલીસે પ્રતિરક્ષા સ્વરૂપે ફાયરિંગ કરતા તેને પગમાં ઇજા પહોંચી. આરોપીને વાપીની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને સુરત લવાયો હતો.
2 ઓગસ્ટે ડુંભાલ ફાયર સ્ટેશન નજીક થયેલી હત્યાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેનાથી અસ્ફાક સુધી પહોંચી શકાયું.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે કાપડ દલાલ સાથેની અદાવતને કારણે અસ્ફાકે સાગરિતો સાથે મળીને આલોક અગ્રવાલની હત્યા કરી હતી. અસ્ફાકની ધરપકડથી અન્ય આરોપીઓના નામો પણ બહાર આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે