પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના મોચા અને કડછ સહિત ગામમા ઓઝત અને મધુવંતીના પાણી ફરી વળ્યા હતા. દુધના વાહનમાં બસી કડછથી મોચા આવી રહેલા 13 લોકોનુ એનડીઆરએફની મદદે પહોંચી હતી. રેકસ્યુ કરી તમામને બચાવી લેવામાં આવ્યા હતા પોરબંદરના કડછ ગામના 11 પુરૂષ અને 2 મહિલા સહિતના લોકો દુધના ટેન્કરમાં બેસી મોચા ગામ તરફ આવી રહ્યા હતા, તે દરમ્યાન પાણીના ધસમસતા પ્રવાહમાં દુધનુ વાહન ફસાયુ હતુ અને 13 લોકોના જીવ જોખમાં મુકાયા હતા. આ અંગની જાણ વહિવટી તંત્રને કરવામાં આવતા તુરત એનડીઆરએફની ટીમને મદદ મોકલી હતી તેમના દ્રારા રેસ્કયુ કરી તમામના જીવ બચાવી લેવામાં આવ્યા હતા અને સહિસલામત મોચા ગામે લાવામા આવ્યા હતા. આજ રસ્તા પર એક વૃધ્ધ ચાલીને આવતા હતા અને પાણીમાં તણાયા હોવાનુ જાણવા મળી રહ્યુ છે, તેમની શોધખોળ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya