જામનગરમાં યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો
જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના સાધના કોલોનીમાં ગઈ સાંજે એક યુવાન પર છરી વડે હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મહાનગરપાલિકાના ઈજનેર યુવાન અને તેની ગર્લફ્રેન્ડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગર્લફ્રેન્ડના પિતાને તેણીના સંબંધ અંગેની જાણ
હુમલો


જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના સાધના કોલોનીમાં ગઈ સાંજે એક યુવાન પર છરી વડે હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મહાનગરપાલિકાના ઈજનેર યુવાન અને તેની ગર્લફ્રેન્ડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગર્લફ્રેન્ડના પિતાને તેણીના સંબંધ અંગેની જાણ કરવામાં આવતા ઉશ્કેરાયેલા આ યુવાન પર છરી હુલાવી દીધી હતી.

જામનગરના સાધના કોલોની એલ/૧૮ રૂમ નં.ર૪૪૮માં ત્રીજા માળે રહેતા કરણ દિલીપભાઈ ભટ્ટી (ઉ.વ.ર૩) પર છરી વડે મહાનગરપાલિકાના ઈજનેર કેયુર હિતેશભાઈ શુકલ અને તેની પ્રેમિકા સુનીતાબેનએ હુમલો કર્યાે હતો. આથી ગંભીર રીતે ઘવાયેલા કરણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાનના બહેન કવિતાબેન સંજયભાઈ પરમારે બંને આરોપી એવા બંને સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં જાહેર થયેલા પ્રાથમિક કારણમાં ઈજાગ્રસ્ત એવા કરણ ભટ્ટીએ કેયુર શુકલ અને તેની ગર્લફ્રેન્ડ સુનીતા બંને ફરવા ગયા હતા તેની જાણ સુનીતાના પિતાને ફોનથી કરી હતી જેનો ખાર રાખી બંને આરોપીઓ ગઈકાલે કરણના ઘરે પહોંચ્યા હતા. જ્યાં કેયુર શુકલે પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી દીધો હતો અને તમને બધાને મારી નાખવા છે તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસ ઈન્સ. એન.એ. ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande