જામનગરના લોકમેળામાં, રાઈડ સંચાલકો-એનજીઓના સહકારથી ૫૦૦થી વધુ બાળકોએ માણ્યો મેળાનો આનંદ
જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે મેળાની રાઈડના સંચાલકો વગેરે દ્વારા અને શહેર અને આસપાસના વિસ્તારની જુદી જુદી સંસ્થાના જરૂરિયાતમંદ બાળકો, કે જેઓ પણ મેળાની મોજ માણી શકે, તે માટેની વ્ય
મેળો


જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે મેળાની રાઈડના સંચાલકો વગેરે દ્વારા અને શહેર અને આસપાસના વિસ્તારની જુદી જુદી સંસ્થાના જરૂરિયાતમંદ બાળકો, કે જેઓ પણ મેળાની મોજ માણી શકે, તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને કેટલીક એનજીઓ સંસ્થાના સહયોગથી અંદાજે ૫૦૦થી વધુ બાળકોએ જુદી જુદી રાઈડમાં બેસીને મેળાની મોજ માણી હતી, અને મેળાનો આનંદ ઉઠાવ્યો હતો.

જેમાં શહેરના ધારાસભ્ય-મેયર સહિતના મહાનુભાવો, એનજીઓ સંસ્થાના અગ્રણીઓ વગેરે સાક્ષી બન્યા હતા. મેળાની રાઈડના સંચાલકો શબીરભાઈ અખાણી, નિલેશભાઈ મંગે, જીજ્ઞેશભાઈ નંદા, હિતેશભાઈ ભાનુશાળી, યુનુસભાઈ શાહમદાર, બાબાભાઈ ખફી, સલીમભાઈ ખફી વગેરેએ સાથે મળીને એનજીઓ સંસ્થાના સહયોગથી ૫૦૦થી વધુ બાળકોને માટે મેળાનું મનોરંજન પુરૃં પાડ્યું હતું.

શહેર અને આસપાસ વિસ્તારની સંસ્થાના તમામ બાળકોએ જુદી જુદી રાઈડઝમાં બેસીને મેળાનો આનંદ ઉઠાવ્યો હતો. અને તમામ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, નગરના મેયર વિનોદભાઈ ખીમસંરીયા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, પૂર્વ અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ અધ્યક્ષ મનીષભાઈ કટારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં એનજીઓ સંસ્થા ચલાવતા પ્રદિપસિંહ વાળા અને તેઓની સમગ્ર ટીમ દ્વારા તમામ નાના ભૂલકાઓને મેળામાં આવવા જવા માટેની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના ન્યાયાધીશ ભાવિન ભોજાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande