પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના માધવપુર ગામે દરિયામાં ડુબી રહેલ મહિલાને પોલીસ અને સ્થાનિક ધંધાર્થીઓની મદદથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલે પહોંચાડવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે માધવપુર ચોપાટી દરિયાકાંઠે લોકોને નહી જવા દેવા તથા દરિયામાં કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે સઘન પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોરબંદર જિલ્લાના રાણાવાવ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના સીધા માર્ગદર્શન હેઠળ માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એન.ઠાકરીયાની સુચનાથી જી.આર.ડી. સભ્ય હર્ષાબેન નારણભાઇ કરગઠીયા તથા મનીષાબેન જેઠાબાઇ બારીયા માધવપુર ચોપાટી ખાતે પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન માધવપુર કાચબા ઉછેરકેન્દ્ર દરિયાકાંઠે પહોંચતા એક બહેન દરિયાના પાણીમાં ડુબતી જોવામાં આવતા સ્થાનિક દુકાનદારોની મદદથી ડુબતી બહેનને બચાવી તાત્કાલિક માધવપુર પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.નેજાણ કરતા પી.એસ.ઓ.એ. પોલીસ ઇન્સપેકટર કે.એન.ઠાકરીયાને જાણ કરતા કે.એન.ઠાકરીયા તુરત જ પોલીસ સ્ટાફ સાથે સ્થળ ઉપર જઇ ડુબી રહેલી મહિલા મેનાબેન અરવિંદભા ડાભીને એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક સરકારી હોસ્પિટલ માધવપુર ખાતે સારવારમાં દાખલ કરાવી તે મહિલાનો જીવ બચાવી પ્રશંસનીય કામગીરી કરી,
‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તે સૂત્રને સાર્થક કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya